Shree Bhartimaiya Vidhyasankul

Rules & Regulations

સામાન્ય માહિતી  

શિક્ષણાર્થે શરુ કરવામાં આ શાળાને ગુજરાત સરકારશ્રીના શિક્ષણખાતા તરફથી માન્યતા મળેલ છે. આ સંસ્થા કોઈપણ જાતના ભેદભાવ વગર સેવા આપે છે. આ શાળાનો લક્ષ વિદ્યાર્થીઓને એક આદર્શ નાગરિક બનાવવાનો છે. આ લક્ષને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ પાસેથી ઉચ્ચ આદર્શો અને પ્રગતિની અપેક્ષા રાખીએ છીએ.

શિસ્તના નિયમો

 • વિનય, સુવ્યવસ્થા, પોશાક તેમજ શારીરિક સુઘડતા અને નિયમિતપણું આવશ્યક ગણાશે.
 • શાળા ચાલુ હોય ત્યારે આમતેમ ફરવું નહિ, રમવું, દોડવું કે બુમાબુમ કરવી નહિ, અને શાંતિ જાળવવી.
 • વર્ગમાં શિક્ષકની ગેરહાજરીમાં અન્ય શિક્ષક આવે ત્યાં સુધી વર્ગની વ્યવસ્થા અને શિસ્ત માટે મોનીટરની આજ્ઞાનું પાલન કરવાનું રહેશે.
 • તોફાન, મસ્તી, મારામારી, અવાજ, વાતો કરનાર વિદ્યાર્થીનું નામ શાળામાંથી કમી કરવામાં આવશે / એલ.સી. આપી દેવામાં આવશે.
 • શાળામાં વિદ્યાર્થીએ સમયસર આવવું. મોડાં આવનાર વિદ્યાર્થીને શાળામાં પ્રવેશવા દેવામાં આવશે નહિ.
 • સારી સફળતા માટે નિયમિત હાજરી મહત્વની હોવાથી કોઈ કારણસર રજા મેળવવા અગાઉથી નમુના મુજબ લેખિત અરજી આપવી. માંદગી અગર અનિર્વાય સંજોગોવસાત ગેરહાજર રહેતા વિદ્યાર્થીના વાલીએ રજા અંગે શાળામાં રૂબરૂ મળી જવું.
 • જો કોઈ વિદ્યાર્થી સતત ત્રણ દિવસ કે તેથી વધુ દિવસો માટે શાળાને લેખિત જાણ કર્યા સિવાય ગેરહાજર રહેશે, તો તેવા વિદ્યાર્થીનું નામ જાણ કર્યા વિના કમી કરવામાં આવશે.
 • શાળા દ્વારા જયારે જયારે લેખિત સુચના કે ફરિયાદ અંગે જાણ કરવામાં આવે ત્યારે વિદ્યાર્થીએ ડાયરીમાં વાલીની સહી કરી લાવવાની રહેશે અથવા વાલીએ રૂબરૂ મળવા આવવાનું રહેશે.
 • દર માસની છેલ્લી તારીખે શાળાનું શૈક્ષણિક કાર્ય ચાર તાસ સુધી ચાલશે.
 • શાળાની માલ-મિલકતને જો કોઈ વિદ્યાર્થી નુકશાન કરશે તો તેની નુકશાની ભરપાઈ કરવાની જવાબદારી જે તે વિદ્યાર્થી / વાલીની રહેશે જે અંગે આચાર્યશ્રીનો નિર્ણય આખરી રહેશે.

પ્રવેશ અને શાળા છોડવા અંગેના નિયમો

 • સરકારી નિયમ, અભ્યાસ, આવડતને આધારે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે અને જે તે ધોરણમાં વર્ગ સંખ્યાને ધ્યાનમાં લઈ પ્રવેશ આપવામાં આવશે.
 • આ જ શાળામાંથી બાળભવન પાસ કરનારને ધોરણ-૧ માટે તથા ધોરણ-૮ પાસ કરનારને ધોરણ-૯ માટે અને ધોરણ-૧૦ પાસ કરનારને ધોરણ-૧૧ માટે જરૂરી ફી સાથે નવું પ્રવેશપત્ર ભરવાનું રહેશે. પ્રવેશપત્ર ન ભરનારનો પ્રવેશ રદ ગણાશે.
 • પ્રવેશપત્ર સાથે ભરેલી રકમ કોઈપણ સંજોગોમાં પરત આપવામાં આવશે નહિ.
 • શાળા છોડવા માંગતા વિદ્યાર્થીઓના વાલીએ શાળા કાર્યાલયમાં લેખિત અરજી આપવી ત્યાર બાદ એક અઠવાડિયા પછી લીવીંગ સર્ટીફીકેટ કાઢી આપવામાં આવશે.
 • વિદ્યાર્થીની કોઈપણ પ્રકારની ફી બાકી નીકળતી હશે, ત્યાં સુધી તેને શાળા છોડ્યા અંગેનું પ્રમાણપત્ર મળશે નહિ.

પરીક્ષા અંગેના નિયમો

 • પરીક્ષામાં કોઈ પણ કારણસર ગેરહાજર રહેનાર વિદ્યાર્થીની પરીક્ષા પાછળથી લેવામાં આવશે નહિ.
 • ગંભીર કારણ સિવાય પરીક્ષામાં ગેરહાજર રહેનાર વિદ્યાર્થીને નાપાસ ગણવામાં આવશે.
 • જે વિદ્યાર્થી નાપાસ થાય અને આચાર્યશ્રીને એમ લાગે કે વિદ્યાર્થી શાળાના ધોરણને પહોંચી વળવાને અસમર્થ છે ત્યારે તેને શાળા છોડવા કહી શકશે.
 • તમામ પરીક્ષાઓના ગુણની વાર્ષિક પરિણામમાં ગણતરી કરવામાં આવે છે. તેથી વર્ષની તમામ પરીક્ષાઓ ખુબ જ અગત્યની છે.
 • પરીક્ષા દરમ્યાન દરેક વિદ્યાર્થીએ સંપૂર્ણ યુનિફોર્મમાં આવવાનું રહેશે.
 • પરીક્ષા દરમ્યાન કોઈ પણ પ્રકારની ગેરરીતી આચરવી નહીં. જો કોઈ વિદ્યાર્થી ગેરરીતી કરતા પકડાશે તો પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહિ.

ગણવેશ અંગેના નિયમો

 • શાળાના દરેક વિભાગના વિદ્યાર્થીઓએ શાળાના નક્કી કરેલ યુનિફોર્મ, બુટ-મોજા, ટાઈ, આઈ-કાર્ડમાં ફરજીયાત આવવાનું રહેશે.
 • વિદ્યાર્થીઓએ નખ અને વાળ નિયમિત કપાવવા જોઈએ. માથામાં તેલ નાંખીને વાળ ઓળવા જોઈએ.
 • વિદ્યાર્થીઓએ કિંમતી ઘરેણા પેહરીને શાળામાં આવવું નહિ અને જો પહેરશે તો તેની જવાબદારી શાળાની રહેશે નહિ.
 • ગણવેશ અંગેના નિયમોનો ભંગ થશે તો બે વારની ચેતવણી બાદ બાળકને ઘરે મોકલી દેવામાં આવશે.

ફી અંગેના નિયમો 

 • દરેક વિભાગની ફી ભરવાનો સમય (સોમવાર થી શુક્રવાર) સવારે ૧૧.૩૦ થી ૦૨.૦૦ કલાકનો રહેશે. ત્યારબાદ ફી સ્વીકારવામાં આવશે નહિ.
 • ૧૫ તારીખ પછી હપ્તાના માસ મુજબ ફી નહિ ભરનારને દંડ સાથે ફી સ્વીકારવામાં આવશે.
 • જે વિદ્યાર્થીનું નામ વર્ગ રજીસ્ટર પર જે તે મહિનાના માત્ર એક જ દિવસ માટે હશે તો પણ તે મહિનાની ફી ભરવાની રહેશે.
 • શાળા છોડવા માંગતા વિદ્યાર્થીઓના વાલીએ વાર્ષિક પરીક્ષા પૂરી થયા બાદ ૩૧મી મે સુધીમાં લેખિત અરજી આપવી ત્યાર બાદ જુન માસની ફી ભરવી પડશે.